ગરૂડેશ્વરનો વિયર ડેમ ઓવરફ્લો: નર્મદા નદીમાં 37 હજાર ક્યુસેક પાણી છોડાયું
Published on: 29th June, 2025
મધ્યપ્રદેશમાં સારા વરસાદને લીધે નર્મદા ડેમની જળસપાટી 119 મીટરે પહોંચી છે અને 2723 મિલિયન ક્યુબિક મીટર પાણીનો live storage જથ્થો નોંધાયો છે. ઉપરવાસમાંથી 20,870 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે પાવરહાઉસ દ્વારા 37,097 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. આથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી નજીક ગરૂડેશ્વરનો વિયર ડેમ ઓવરફ્લો થયો છે. 35 મીટર ઊંચો અને 1500 મીટર લાંબો આ ડેમ આહ્લાદક દૃશ્યો સર્જી રહ્યો છે અને પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. નર્મદા દર્શન કરી પ્રવાસીઓ ખુશ છે.

Published at: June 29, 2025
Read More at દિવ્ય ભાસ્કર