નવસારી વોર્ડ-13માં 'લાફા કાંડ'થી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવતા રાજકારણમાં ગરમાવો.
નવસારી વોર્ડ-13માં 'લાફા કાંડ'થી ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો આમને સામને આવતા રાજકારણમાં ગરમાવો.
Published on: 27th April, 2026

નવસારીના વોર્ડ-13માં ચૂંટણી સમયે ભાજપ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ‘લાફા કાંડ’ થતા ચકચાર મચી ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારની પુત્રી પર ભાજપના બુથ એજન્ટે ટિપ્પણી કરતા મામલો બીચક્યો હતો. ત્યારબાદ કોંગ્રેસના ઉમેદવાર અને ભાજપના મહિલા ઉમેદવારના સસરા વચ્ચે લાફા મારવામાં આવતા ભારે હોબાળો મચ્યો હતો. DYSP એ ઘટનાસ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો, પરંતુ બન્ને પક્ષોએ પોલીસ ફરિયાદ કરતા રાજકારણ ગરમાયું છે.