પોરબંદર લોકમેળા માટે પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી નેટવર્ક અપડેટ અને તૈયારીઓ શરૂ
પોરબંદર લોકમેળા માટે પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી નેટવર્ક અપડેટ અને તૈયારીઓ શરૂ
Published on: 25th August, 2026

પોરબંદરની ચોપાટી ખાતે 3 થી 7 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર જન્માષ્ટમી લોકમેળા માટે પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી પુરવઠાની સુચારુ વ્યવસ્થા માટે કામગીરી હાથ ધરાઈ છે. મેળા ગ્રાઉન્ડ આસપાસ અને ચોપાટી રોડ સહિતના વિસ્તારોમાં વીજ લાઇન, કેબલ નેટવર્ક, મુખ્ય લાઇન અને ફીડરોનું સમારકામ તથા અપડેટ કરવામાં આવ્યું છે. વીજપુરવઠામાં કોઈ પણ વિક્ષેપ સર્જાય તો પણ અન્ય લિંક લાઇન દ્વારા તાત્કાલિક વીજળી મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે. આ માટે બે લિંક લાઇન ઉપલબ્ધ રખાઈ છે.