ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડકીય કાર્યવાહી: બુકોલી બનાસ નદીમાંથી રેતી ખનન કરતી ત્રણ Hitachi મશીન ઝડપાયા.
Published on: 14th July, 2025
શિહોરી પોલીસે બુકોલીના બનાસ નદી પટ વિસ્તારમાં દરોડો પાડી બિનઅધિકૃત રેતી ખનન કરતી ત્રણ Hitachi મશીન ઝડપી લીધા. ખાણ ખનીજ વિભાગ પાલનપુરની ટીમે સ્થળ પર પહોંચી મશીનો સીઝ કર્યા અને રેતીના વિસ્તારની માપણી કરી. ત્રણેય મશીનો અરણીવાડા ખાતે સ્ટોક વિસ્તારમાં ખસેડવામાં આવ્યા, જેમાં ₹1.80 કરોડનો મુદ્દામાલ કબ્જે કરાયો. મુડેઠા વિસ્તારમાંથી એક ડમ્પર રેતીના આધાર પુરાવા વિના અને બીજું ડમ્પર રોયલ્ટી પાસ કરતાં વધુ રેતી વહન કરતું ઝડપાયું. બંને ડમ્પર સામે ઓનલાઈન દંડકીય કાર્યવાહી થઇ.

Published at: July 14, 2025
Read More at દિવ્ય ભાસ્કર