Pharmacy council of india(PCI)ના અધ્યક્ષને ત્યાં દરોડા
Pharmacy council of india(PCI)ના અધ્યક્ષને ત્યાં દરોડા
Published on: 04th July, 2025

Pharmacy council of india(PCI) ના અધ્યક્ષ મોન્ટુ પટેલના દિલ્હી અને અમદાવાદ સ્થિત ઝુંડાલ બંગલોમાં CBIના દરોડા પાડ્યા. ૫૦૦૦ હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને મોન્ટુ પટેલ ફરાર. મોન્ટુ પટેલના અંડરમાં દેશની ૧૨૦૦૦ ફાર્મસી કોલેજો આવે છે. મોન્ટુ પટેલ ચાર વર્ષ પહેલા જ આ કાઉન્સિલના અધ્યક્ષ બન્યા હતા. તપાસકર્તાઓએ ખુલાસો કર્યો કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) સિસ્ટમમાં નકલી ઇનવર્ડ નંબરો, જૂની તારીખની એન્ટ્રીઓ અને ચેડાં કરેલી ફાઇલોનો ઉપયોગ મોન્ટુ પટેલ અને તેમના સહયોગીઓને PCI માં વરિષ્ઠ હોદ્દાઓ પર બઢતી આપવા માટે કરવામાં આવ્યો હતો. નોંધનીય વાત એ છે કે મોન્ટુ પટેલ ભાજપના યુવા મોરચા સાથે સંકળાયેલા છે.