સિદ્ધપુરમાં દેથળી સર્કલ પાસે રાહદારીને અજાણ્યા વાહનની ટક્કર
સિદ્ધપુરમાં દેથળી સર્કલ પાસે રાહદારીને અજાણ્યા વાહનની ટક્કર
Published on: 07th June, 2026

સિદ્ધપુરમાં પાલનપુર હાઈવે પર દેથળી સર્કલ પાસે રાત્રીના સમયે રસ્તો ઓળંગતી વેળાએ એક રાહદારી યુવકને અજાણ્યા વાહને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં યુવક કમરથી નીચેના ભાગે ગંભીર રીતે કચડાઈ જતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૃત્યુ પામનાર વિનુભાઈ હાથીજી ઠાકોર (ઉંમર આશરે 34 વર્ષ) સિદ્ધપુરના રહેવાસી હતા. ઘટનાની જાણ મૃતકના ભાઈને થતાં તેઓ સિદ્ધપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપાયો. પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.