બહુચરાજીની સરકારી માધ્યમિક શાળામાં આગામી બે દિવસમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે
બહુચરાજીની સરકારી માધ્યમિક શાળામાં આગામી બે દિવસમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે
Published on: 07th June, 2026

રાજ્ય સરકાર દ્વારા બહુચરાજી ખાતે માધ્યમિક શાળાને મંજૂરી મળ્યા બાદ, નવા મકાન નિર્માણ ન થાય ત્યાં સુધી ચાલુ સત્રથી સ્થાનિક વિદ્યાર્થીઓને શિક્ષણ મળે તે માટે કુમાર પ્રાથમિક શાળામાં વ્યવસ્થા ગોઠવાઈ છે. ધારાસભ્ય ડૉ. સુખાજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં પ્રવેશ, શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક કર્મચારીઓ તેમજ આવશ્યક સુવિધાઓની સમીક્ષા કરાઈ. આગામી બે દિવસમાં પ્રવેશ શરૂ થશે અને વિદ્યાર્થીઓને યોગ્ય શૈક્ષણિક સુવિધા મળે તે માટે પ્રશાસન સાથે સમન્વય સાધવામાં આવી રહ્યો છે.