પાટણમાં પાર્લર અને મકાનોમાં ચોરી કરનાર 3 તસ્કરો પોલીસની ઝપેટમાં
પાટણમાં પાર્લર અને મકાનોમાં ચોરી કરનાર 3 તસ્કરો પોલીસની ઝપેટમાં
Published on: 07th June, 2026

પાટણ શહેરમાં પાર્લર અને બંધ મકાનોમાં ચોરી કરતી ટોળકીના ત્રણ સભ્યોને પોલીસે ઝડપી પાડ્યા છે. ચાણસ્માનો એક અને પાટણના બે શખ્સો પાસેથી પોલીસે રૂ. 45 હજારથી વધુ કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. બાતમી આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પૂછપરછ દરમિયાન, આરોપીઓએ પાટણમાં અનેક ચોરીઓની કબૂલાત કરી છે. ઝડપાયેલા આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા છે.