ઉષાબેન વસાવાનું ગુજરાત આદિ ગૌરવ ઍવોર્ડથી બહુમાન
ઉષાબેન વસાવાનું ગુજરાત આદિ ગૌરવ ઍવોર્ડથી બહુમાન
Published on: 13th June, 2026

ભારત સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા આયોજિત જનજાતિય ગરિમા ઉત્સવ-2026 નિમિત્તે ગુજરાત આદિવાસી સંશોધન અને તાલીમ સોસાયટી દ્વારા ગુજરાત આદિ ગૌરવ સન્માન સમારોહ યોજાયો. જેમાં સાગબારા તાલુકાના પાંચ પિપરી ગામના ઉષાબેન દિનેશભાઇ વસાવાનું ખેતી ક્ષેત્રે 15 વર્ષના નોંધપાત્ર કાર્ય અને આદિવાસી મહિલાઓના સશક્તિકરણ માટે કરેલા અભૂતપૂર્વ પ્રયાસો બદલ ગુજરાત આદિ ગૌરવ એવોર્ડથી સન્માનિત કરાયા.