ગોધરા સબ જેલમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી સંપન્ન
ગોધરા સબ જેલમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી સંપન્ન
Published on: 10th August, 2026

ગોધરા સબ જેલ ખાતે ડી.જી.પી. ડૉ.કે.એલ.એન.રાવ અને નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારીના માર્ગદર્શન હેઠળ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ. આ પ્રસંગે જીલ્લા કાનુની સેવા સતામંડળના ચેરમેન સી.કે.ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેલ અધિક્ષક આર.બી મકવાણા, કાનુની સેવા સતા મંડળના સભ્યો, જેલ સ્ટાફ્ અને બંદીવાનોએ આદિવાસી નૃત્ય રજૂ કર્યું. પર્યાવરણ અને જળ સંરક્ષણની પ્રતિજ્ઞા લેવાઈ અને ભગવાન બિરસા મુંડા સહિતના આદિવાસી નેતાઓને યાદ કરાયા.