જન્માષ્ટમી મેળા માટે પ્લોટની હરાજીથી પોરબંદર મનપાને રૂ.2.16 કરોડની જંગી આવક
જન્માષ્ટમી મેળા માટે પ્લોટની હરાજીથી પોરબંદર મનપાને રૂ.2.16 કરોડની જંગી આવક
Published on: 15th August, 2026

પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળા-2026 માટે વિવિધ પ્લોટની હરાજીમાં મનપાને નોંધપાત્ર આવક થઈ છે. તા.12 અને 13 ઓગસ્ટના રોજ યોજાયેલી હરાજીમાંથી કુલ રૂ.2,16,09,500ની આવક નોંધાઈ છે. જેમાં મોટા યાંત્રિક ચકડોળ, મોતનો કૂવો, ખાણીપીણી વિભાગ, પ્રીમિયમ ફૂડ સ્ટોલ અને પાર્કિંગ વિસ્તારોના પ્લોટની હરાજીનો સમાવેશ થાય છે. આ આવક સિવાય GST સ્વરૂપે વધારાની રૂ.38,89,710ની આવક થઈ છે, આમ કુલ આવક રૂ.2,54,99,210 સુધી પહોંચી છે.