સિટી એન્કર: માતાની કિડની ફેલ થઈ, પુત્રની મેચ થઈ, પણ વજન 110 કિલો હોવાથી ડોક્ટરે ના પાડી, 30 કિલો વજન ઉતારી કિડનીદાન કર્યું
સિટી એન્કર: માતાની કિડની ફેલ થઈ, પુત્રની મેચ થઈ, પણ વજન 110 કિલો હોવાથી ડોક્ટરે ના પાડી, 30 કિલો વજન ઉતારી કિડનીદાન કર્યું
Published on: 02nd July, 2025

જામનગરના 20 વર્ષીય તેજસ લશ્કરીએ તેની માતાને કિડની દાન કરવાનો નિર્ણય લીધો, કારણ કે 2015થી તેમની કિડની ફેલ થઈ ગઈ હતી અને 2020થી ડાયાલિસિસ કરાવવું પડતું હતું. શરૂઆતમાં તેજસનું વજન 110 કિલો હોવાથી ડોનર બની શકતો ન હતો. પરંતુ તેણે 6 મહિનામાં કસરત અને ડાયેટિંગથી 30 કિલો વજન ઘટાડીને 80 કિલો કર્યું. ત્યારબાદ 27મી જૂને ખાનગી હોસ્પિટલમાં સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. તેજસ નર્સિંગનો અભ્યાસ કરે છે. ડોક્ટરે જણાવ્યું કે માતા-પુત્રનું રક્ત જૂથ અલગ હોવા છતાં નવી પદ્ધતિથી ટ્રાન્સપ્લાન્ટ સફળ રહ્યું. તેઓએ અત્યાર સુધીમાં 800 કિડની ટ્રાન્સપ્લાન્ટ કર્યા છે.