સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં નાગરિક સુવિધાનો અભાવ
સુરેન્દ્રનગરની મહેતા માર્કેટમાં નાગરિક સુવિધાનો અભાવ
Published on: 15th August, 2026

સુરેન્દ્રનગરના મુખ્ય વેપારી મથક મહેતા માર્કેટમાં જાહેર શૌચાલય અને મૂતરડી જેવી પ્રાથમિક સુવિધાના અભાવે વેપારીઓ અને નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દરરોજ હજારો લોકોની અવરજવર ધરાવતા આ વિસ્તારમાં સુવિધા ન હોવાને કારણે ખાસ કરીને મહિલાઓ, વડીલો, દિવ્યાંગજનો અને નાના બાળકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. 160થી વધુ વેપારીઓએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી તાત્કાલિક શૌચાલય નિર્માણની માંગ કરી છે. યોગ્ય સ્થળ પસંદ કરી મહિલા, પુરુષ અને દિવ્યાંગ અનુકૂળ શૌચાલય બનાવવાની અગ્રણીઓની માંગ છે.