જોરાવરનગર, રિવરફ્રન્ટ સહિત વિસ્તારોમાં દિવસ દરમિયાન વિજળીનો વેડફાટ.
જોરાવરનગર, રિવરફ્રન્ટ સહિત વિસ્તારોમાં દિવસ દરમિયાન વિજળીનો વેડફાટ.
Published on: 16th April, 2026

સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા LED લાઇટો ફીટ કરાઈ હોવા છતાં, વઢવાણ રોડ, જોરાવરનગર, રિવરફ્રન્ટ જેવા વિસ્તારોમાં દિવસ દરમિયાન લાઇટો ચાલુ રહે છે. સ્ટાફ હોવા છતાં લાઈટો ચાલુ બંધ કરવામાં બેદરકારી જોવા મળે છે. પરિણામે વિજળીનો વેડફાટ થાય છે અને મનપાને મહિને 5 લાખથી વધુનું બિલ આવે છે. સ્વીચોમાં ફોલ્ટ થવાને લીધે આવી સમસ્યા થતી હોવાનું મનપાના લાઇટ વિભાગ દ્વારા જણાવવામાં આવે છે.