અમદાવાદના સોલા સિવિલમાં આધુનિક લોન્ડ્રી યુનિટનો પ્રારંભ
અમદાવાદના સોલા સિવિલમાં આધુનિક લોન્ડ્રી યુનિટનો પ્રારંભ
Published on: 04th October, 2026

સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે સ્વચ્છ લિનનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા રૂ. 3.90 કરોડના ખર્ચે 13 મશીન ધરાવતું અલાયદું ઇન-હાઉસ લોન્ડ્રી યુનિટ શરૂ કરાયું છે. આ યુનિટમાં હવે બેડશીટ, દર્દીના કપડાં, એપ્રોન અને ઓપરેશન થિયેટરના ગાઉનનું વોશિંગ, ડ્રાયિંગ અને પ્રેસિંગ હોસ્પિટલમાં જ થશે, જે અગાઉ આઉટસોર્સિંગથી થતું હતું. નવી મશીનરી દ્વારા પ્રતિદિન 900 કિલો સુધીના કપડાંની પ્રક્રિયા સુપર સ્પેશ્યાલિટી બેડ વધારાને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. આનાથી ચેપનું જોખમ ઘટશે અને દર્દીઓને હંમેશા સ્વચ્છ, ઇસ્ત્રી કરેલા કપડાં મળી રહેશે.