'ગુજ્જુ લવ ગુરૂ' ચંદન રાઠોડનું અકસ્માતમાં દુ:ખદ અવસાન
'ગુજ્જુ લવ ગુરૂ' ચંદન રાઠોડનું અકસ્માતમાં દુ:ખદ અવસાન
Published on: 18th September, 2026

પોતાની આગવી કોમેડી શૈલીથી ગુજરાતીઓનું દિલ જીતનાર ‘ગુજ્જુ લવ ગુરૂ’ ઉર્ફે ચંદન રાઠોડનું ભાભર નજીક થયેલ માર્ગ અકસ્માતમાં કરૂણ અવસાન થયું છે. શૂટિંગ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે 17 સપ્ટેમ્બરે થયેલ અકસ્માતમાં તેમનું નિધન થયું. આ ઘટના બાદ સામે આવેલા CCTV ફૂટેજમાં, અકસ્માત સર્જાતા થોડા સમય પહેલાં તેઓ પેટ્રોલ પંપ પર પેટ્રોલ પૂરાવતા નજરે પડ્યા હતા. તેમના આકસ્મિક અવસાનથી ચાહકો અને સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી છે.