ગુજરાતીઓનો થેલી પ્રેમ: એક અનોખો સંબંધ
ગુજરાતીઓનો થેલી પ્રેમ: એક અનોખો સંબંધ
Published on: 05th August, 2026

ગુજરાતીઓ માત્ર સારા સંબંધો જ નહીં, પણ સારી થેલીઓ પણ ક્યારેય છોડી શકતા નથી. ભલે સરકાર પ્લાસ્ટિકની થેલીઓ પર પ્રતિબંધ મૂકે, ગુજરાતીઓ અને થેલીઓનો સંબંધ તોડવો `મુશ્કિલ હી નહીં નામુમકિન હૈ'. થેલી એ માત્ર સાધન નથી, પણ લાગણી, જીવનશૈલી અને ઘરનું અનૌપચારિક લોકર છે. દરેક ગુજરાતી ઘરમાં અનેક થેલીઓ જોવા મળે છે, જે 'ક્યારેક કામ લાગશે' ના અડગ વિશ્વાસનું સ્મારક છે.