સુરતમાં શાળાના ધાબા પર વીજ કરંટથી ધોરણ 9ના વિદ્યાર્થીનું અકાળે મોત
સુરતમાં શાળાના ધાબા પર વીજ કરંટથી ધોરણ 9ના વિદ્યાર્થીનું અકાળે મોત
Published on: 28th July, 2026

સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી સુમન શાળા નંબર 16માં શાળા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. શાળાના ધાબા પર મુકવામાં આવેલા લાઈટના લોખંડના થાંભલામાંથી વીજ કરંટ લાગવાના કારણે ધોરણ 9માં અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થી અબ્દુલ રહેમાન મહમદ સલીમનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને પગલે શાળા કેમ્પસમાં ભારે અરેરાટી સાથે વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. વાયરિંગની ખામી કે ખુલ્લા વાયરને કારણે કરંટ આવી રહ્યો હોવાનું પ્રાથમિક તારણ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.