ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની અનોખી જન્મદિવસ ઉજવણી: કેમ્પસમાં 100થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું, આદ્ય ગુરુ ગોવિંદ ગુરુને નમન કરી આશીર્વાદ લીધા
ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની અનોખી જન્મદિવસ ઉજવણી: કેમ્પસમાં 100થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું, આદ્ય ગુરુ ગોવિંદ ગુરુને નમન કરી આશીર્વાદ લીધા
Published on: 02nd July, 2025

પંચમહાલની ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉ. હરિભાઈ કટારીયાએ જન્મદિવસની ઉજવણીમાં યુનિવર્સિટી કેમ્પસમાં 100થી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું. આ પહેલાં તેમણે આદ્ય ગુરુ ગોવિંદ ગુરુને નમન કર્યા. યુનિવર્સિટીના વર્ગ-4ના કર્મચારીઓ સાથે ઉજવણી કરી, સેવકોને સાલ ઓઢાડી સન્માન કર્યું. ડૉ. કટારીયા અગાઉ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં ડીન હતા અને તાજેતરમાં જ ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ બન્યા છે. કેમ્પસના કર્મચારીઓને વૃક્ષોની જાળવણી માટે પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી.