ગોધરામાં ચોરીનો આરોપી ઝડપાયો: સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 1.43 લાખનો મુદ્દામાલ કબજે, વેજલપુરનો ગુનો ઉકેલાયો
ગોધરામાં ચોરીનો આરોપી ઝડપાયો: સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 1.43 લાખનો મુદ્દામાલ કબજે, વેજલપુરનો ગુનો ઉકેલાયો
Published on: 29th June, 2025

પંચમહાલ-ગોધરા LCB એ પોપટપુરા પીકઅપ સ્ટેન્ડ પાસેથી નિશાર ઉર્ફે જંગલીયો અનવરભાઈ બદામને રૂ. 1,43,973 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે. જેમાં સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સામેલ છે. SP હિમાંશુ સોલંકીના માર્ગદર્શન હેઠળ LCB ટીમે આ ઓપરેશન પાર પાડ્યું. આરોપીએ બે સાગરિતો સાથે મળી વેજલપુર ગામમાં ચોરી કર્યાની કબૂલાત કરી છે. તેઓએ બંધ મકાનનું તાળું તોડી દાગીના અને રોકડ ચોર્યા હતા. LCB ગોધરાની ટીમે સફળ કામગીરી કરી આ કેસ ઉકેલ્યો છે, જે વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો હતો.