Menu
ગોધરા પાણી પાણી:ગોધરામાં 2 કલાકમાં સવા 4 ઇંચ વરસાદથી શહેર જળ બંબાકાર
ગોધરા પાણી પાણી:ગોધરામાં 2 કલાકમાં સવા 4 ઇંચ વરસાદથી શહેર જળ બંબાકાર
Published on: 25th June, 2025

ગોધરા શહેર સહિત સમગ્ર પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદી માહોલ જામયો છે. મંગળવારે બપોરના 2 થી 4 કલાકના સમય ગાળામાં સવા 4 ઇંચ વરસાદ પડ્યો, જેથી અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું. અંકલેશ્વર મહાદેવ રોડ, યોગેશ્વર સોસાયટી, લાલબાગ બસ સ્ટેન્ડ, અને અન્ય વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની કામગીરી અપર્યાત રહી. ગટર લાઇન બ્લોક થઈને ગંદું પાણી રસ્તા પર વહેતું થયું જેને લોકોને તકલીફમાં મૂકી દીધા. સરકારી કચેરીઓમાં પણ પાણી ભરાયા હતા. મેશરી નદીના ચોક્કસ વિસ્તારોમાં વરસાદી પાણી ભરવાને કારણે વાહન વ્યવહાર બંધ થયો છે. હવામાન વિભાગે વધુ વરસાદની આગાહી કરી છે.