Menu
પાલેજ GIDCમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ:સુયોગ કંપનીમાંથી 1.78 લાખની ચોરી કરનાર 5 આરોપી પકડાયા, 38 હજારનો મુદ્દામાલ જપ્ત
પાલેજ GIDCમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ:સુયોગ કંપનીમાંથી 1.78 લાખની ચોરી કરનાર 5 આરોપી પકડાયા, 38 હજારનો મુદ્દામાલ જપ્ત
Published on: 27th June, 2025

પાલેજ GIDC વિસ્તારમાં આવેલી સુયોગ કંપનીમાં થયેલી મોટી ચોરીના કેસમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને રૂ. 38,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સ્ટોર રૂમમાંથી રૂ. 1,78,000ની કિંમતના મશીનો અને ભાગો, જેમ કે લિફટર, ફ્લાન્સ, ઇલેક્ટ્રીક મોટર, બર્નર ઢાકણ, કોન્વેયર બેલ્ટ રોટર અને મીલ ડાયફોર્મ ચોરી ગયા હતાં. પાલેજ પોલીસ સ્ટેશનમાં IPC 2023ની કલમ 305(A), 331(4), 54 હેઠળ ગુનો નોંધાયો હતો. PI કે.આર.વ્યાસની ટીમે CCTV ફૂટેજ અને બાતમીદારોથી તપાસ કરી, અને ચાર ચોર અને ચોરીનો માલ ખરીદનાર મળીને કુલ પાંચ આરોપીઓને ઝડપયા છે. તેઓ સાસરોડ ગામનાં રહેવાસી છે. પોલીસ હજુ વધુ તપાસ કરી રહી છે.