કાલે ભાવનગરની 233 ગ્રા.પં.ની ચૂંટણી,  4.90 લાખ મતદાતા બનશે ભાગ્ય વિધાતા
કાલે ભાવનગરની 233 ગ્રા.પં.ની ચૂંટણી, 4.90 લાખ મતદાતા બનશે ભાગ્ય વિધાતા
Published on: 21st June, 2025

ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ચૂંટણી તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. 698 મતદાન મથકોમાં 776 મતપેટી મૂકી છે જ્યાં સવારના 7 થી સાંજના 6 કલાક સુધી મતદાન થશે. આગામી રવિવારે 233 ગામોમાં મતદાન થાશે અને આ ચૂંટણીમાં 4.90 લાખથી વધુ મતદારો ભાગ લેશે. પ્રચાર શાંત અને સમાધાનપુર્ણ છે. મતદાનને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા હોય, ગામડાઓમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. ચૂંટણી નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે પોલીસ સ્ટાફ ચુસ્ત બંદોબસ્ત જાળવી રાખશે.