અમેરિકન યુવાનને દ્વારકામાં પર્સ પાછું મળતાં ભગવાનનો સાક્ષાત્કાર થયો
અમેરિકન યુવાનને દ્વારકામાં પર્સ પાછું મળતાં ભગવાનનો સાક્ષાત્કાર થયો
Published on: 06th September, 2026

જન્માષ્ટમીના પાવન પર્વે દ્વારકામાં દર્શનાર્થે આવેલા અમેરિકન યુવાનનું કિંમતી પર્સ, જેમાં મોબાઇલ અને ડોક્યુમેન્ટ્સ હતા, ભીડમાં ખોવાઈ ગયું. ભારે ચિંતાતુર અવસ્થામાં તેણે 'હરે કૃષ્ણ'નો જાપ શરૂ કર્યો. ફરજ પર તૈનાત હેડ કોન્સ્ટેબલ નિશિત પરમારે માત્ર 60 મિનિટની અંદર તે પર્સ શોધી કાઢ્યું. પર્સ પાછું મળતાં યુવાનને ભગવાન દ્વારકાધીશના સાક્ષાત્કાર જેવો અનુભવ થયો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસની કાર્યક્ષમતાની પ્રશંસા થઈ.