મહેસાણાના ખેરાલુમાં જિલ્લા કક્ષાનો 80મો સ્વાતંત્ર્ય સમારોહ
મહેસાણાના ખેરાલુમાં જિલ્લા કક્ષાનો 80મો સ્વાતંત્ર્ય સમારોહ
Published on: 15th August, 2026

ખેરાલુમાં 80મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ શનિવારે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યોજાશે. પ્રભારી મંત્રી પ્રવિણભાઈ માળી સવારે 9 કલાકે ધ્વજારોહણ કરશે. શુક્રવારે જિલ્લા કલેક્ટર શાલિની દુહાનના અધ્યક્ષસ્થાને થયેલા રિહર્સલમાં પોલીસ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું નિરીક્ષણ કરાયું હતું. આ સમારોહમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓ અને નાગરિકોને સન્માનિત કરાશે, તેમજ જિલ્લા વિકાસ માટે કલેક્ટરને રૂ. 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવશે.