રાજપીપળા વોર્ડ 5માં ગંદકી, રોગચાળાની ભીતિ
રાજપીપળા વોર્ડ 5માં ગંદકી, રોગચાળાની ભીતિ
Published on: 05th October, 2026

ગાંધી જયંતિ નિમિત્તે અધિકારીઓએ સ્વચ્છતા અભિયાનના નામે ફોટો પડાવ્યા, પરંતુ રાજપીપળાના વોર્ડ નંબર 5માં વાલ્મિકી સમાજ વિસ્તાર, કબ્રસ્તાન અને સ્મશાન તરફ જતા મુખ્ય રસ્તાઓ પર કચરાના ઢગલા અને કીચડની સમસ્યા યથાવત છે. ઉગ્ર દુર્ગંધને કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે અને રોગચાળાનો ભય સેવાઈ રહ્યો છે. વોર્ડના ભાજપ સભ્ય પ્રજ્ઞેશ રામીએ લેખિત રજૂઆત કરી હોવા છતાં તંત્ર સક્રિય થયું નથી. પાલિકા દંડ વસૂલવામાં વ્યસ્ત છે, પણ સફાઈમાં સુસ્ત છે. આ મુદ્દે જિલ્લા કલેક્ટરના સીધા હસ્તક્ષેપની માંગ કરાઈ રહી છે.