દાહોદ RTO ઇન્સ્પેક્ટરની જામખંભાળિયા બદલી: ટ્રક ડ્રાઈવર પર હુમલાના વીડિયો બાદ સરકારનું પગલું, તપાસના આદેશ.
દાહોદ RTO ઇન્સ્પેક્ટરની જામખંભાળિયા બદલી: ટ્રક ડ્રાઈવર પર હુમલાના વીડિયો બાદ સરકારનું પગલું, તપાસના આદેશ.
Published on: 10th July, 2025

દાહોદના RTO ઇન્સ્પેક્ટર વી.કે. પરમારે ટ્રક ડ્રાઈવર નાસીરભાઈને માર મારવાનો વીડિયો વાયરલ થતાં સરકારે તેમની જામખંભાળિયા ખાતે બદલી કરી છે અને ખાતાકીય તપાસના આદેશ આપ્યા છે. આ ઘટના ગોધરા-અમદાવાદ નેશનલ હાઈવે પર બની હતી, જેમાં ટ્રક રોકવા માટે બેરિકેડ ફેંકવામાં આવ્યું હતું અને ટાયર પંચર થયું હતું. ડ્રાઈવરને ધમકાવીને ખોટું નિવેદન રેકોર્ડ કરાવવામાં આવ્યું હતું. એન્ટ્રી ફીના નામે લાંચ માંગવાના આરોપો પણ લાગ્યા છે અને ACB દ્વારા તપાસની માંગ કરવામાં આવી રહી છે. પીપલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. સ્થાનિક લોકો નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે.