બાળકોની વેદના:દમણ દુનેઠામાં ગંદા પાણીમાંથી શાળાએ જવા બાળકો મજબૂર
બાળકોની વેદના:દમણ દુનેઠામાં ગંદા પાણીમાંથી શાળાએ જવા બાળકો મજબૂર
Published on: 02nd July, 2025

દમણ જિલ્લાના દુનેઠા ગ્રામ પંચાયતને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાવાથી ખારીવાડ પ્રાથમિક શાળામાં જતા બાળકો અને શિક્ષકોને ભારે મુશ્કેલી પડી રહી છે. બાળકો ગંદા પાણીમાંથી પસાર થવા મજબુર છે, જેના કારણે શિક્ષકો અને વાલીઓમાં રોષ છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, રસ્તા પર ગંદુ પાણી ભરાવાથી બાળકો શાળાએ જઈ શકતા નથી. બાળકો છેલ્લા 15 દિવસથી પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ રસ્તો 2018માં બન્યા બાદ ગટર નાખવા માટે ખોદવામાં આવ્યો હતો, ત્યારથી તેની હાલત ખરાબ છે. વારંવાર ફરિયાદ કરવા છતાં સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી. પરિસ્થિતિ ભયાનક છે.