Menu
ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ: જિલ્લામાં 24 કલાકમાં સરેરાશ 7.5 મિમી વરસાદ, માણસામાં સૌથી વધુ 10 મિમી નોંધાયો
ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ: જિલ્લામાં 24 કલાકમાં સરેરાશ 7.5 મિમી વરસાદ, માણસામાં સૌથી વધુ 10 મિમી નોંધાયો
Published on: 27th June, 2025

ગાંધીનગર શહેર અને જિલ્લામાં ચોમાસાની મોસમ અનોખી રીતે અનુભવાઈ રહી છે. હજુ સુધી શહેરમાં ધારણા મુજબનો વરસાદ નોંધાયો નથી. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના ચારેય તાલુકામાં વરસાદી ઝાપટા પડ્યાં છે. માનસા તાલુકામાં 10 મિમી, દહેગામ અને ગાંધીનગરમાં 7 મિમી અને કલોલમાં 6 મિમી વરસાદ નોંધાયો છે. શુક્રવારે સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. સવારે 26 ડિગ્રી તાપમાન નોંધાયું છે. બપોરે તાપમાન 32 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે. હવામાન વિભાગ અનુસાર ધુમ્મસ અને ભેજનું પ્રમાણ 82-87% રહેવાની સંભાવના છે, અને શહેરમાં વધુ વરસાદની આગાહી છે.