બનાસકાંઠા LCBના ASIને રાષ્ટ્રપતિ પોલીસ એવોર્ડ
બનાસકાંઠા LCBના ASIને રાષ્ટ્રપતિ પોલીસ એવોર્ડ
Published on: 15th August, 2026

બનાસકાંઠા LCBના ASI, બળવંતસિંહ મોતીસિંહ સોલંકીને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ રાષ્ટ્રપતિ પોલીસ એવોર્ડથી સન્માનિત કરાશે. તેમણે 300થી વધુ ગંભીર, અનડિટેક્ટ ગુનાઓ, જેમાં લૂંટ, ધાડ, હત્યા, ચોરી, અને અપહરણ જેવા ગુનાઓનો સમાવેશ થાય છે, તે ઉકેલવામાં નોંધપાત્ર સફળતા મેળવી છે. 1996માં પોલીસ સેવામાં જોડાયેલા બળવંતસિંહ સોલંકી ટેકનિકલ ક્ષેત્રના નિષ્ણાત છે અને આરોપીઓની ઝીણવટભરી વિગતો મેળવી ટેકનિકલ પુરાવા એકત્ર કરવામાં તેમની વિશેષ કુશળતા છે. ઉત્તર ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને હરિયાણા સુધીના તેમના બાતમીદાર નેટવર્ક અને સમાજિક સંબંધો તપાસમાં મદદરૂપ થાય છે.