બિયારણનું વિતરણ : 50 થી વધુ લાભાર્થીઓ માટે 5-5 કિલો બિયારણની વ્યવસ્થા કરાઇ
Published on: 02nd July, 2025
વાંસદા તાલુકાના સતીમાળ, અંકલાછ, લાકડબારી ગામના નાના ખેડૂતોને વધુ વરસાદના કારણે ડાંગરની વાવણીમાં નુકસાન થયું. સમાજ સેવક બિપીન માહલાને જાણ થતાં, તેમણે શિવમ એગ્રો વલસાડને જાણ કરી. શિવમ એગ્રોએ 50 લાભાર્થીઓને 5-5 કિલો બિયારણ આપવાની વ્યવસ્થા કરી. બિપીન માહલાએ જાતે ફિલ્ડમાં જઈ ખેતરોનું સ્થળ નિરીક્ષણ કર્યું અને ખેડૂતોને બિયારણ આપ્યું. આ મદદથી ખેડૂતોને રાહત થઈ અને તેઓ ખુશ થયા. બિપીન માહલા એ આ વિસ્તારમાં ખેડૂતોની મદદ કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

Published at: July 02, 2025
Read More at દિવ્ય ભાસ્કર