ખાંભાના ભગવતીપરામાં રહેણાંક વિસ્તારમાં નોનવેજ હોટલ બંધ કરાવવા મામલતદારને આવેદન
ખાંભાના ભગવતીપરામાં રહેણાંક વિસ્તારમાં નોનવેજ હોટલ બંધ કરાવવા મામલતદારને આવેદન
Published on: 01st July, 2026

અમરેલીના ખાંભાના ભગવતીપરા વિસ્તારમાં રહેણાંક વિસ્તારોમાં ચાલતી નોનવેજ હોટલ બંધ કરવાની માંગ સાથે સ્થાનિક રહીશોએ ખાંભા મામલતદારને આવેદનપત્ર સુપરત કર્યું. આરોગ્ય અને સ્વચ્છતાની સમસ્યાઓ ઊભી થતી હોવાનો રહીશોનો આક્ષેપ છે. અગાઉ પણ રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ છે. વધુ કાર્યવાહી નહીં થાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ છે.