કરમસદ-આણંદ મનપાના મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળા નિયંત્રણ ઝુંબેશમાં 7 એકમોને રૂ. 17,000નો દંડ
કરમસદ-આણંદ મનપાના મેલેરિયા વિભાગ દ્વારા મચ્છરજન્ય રોગચાળા નિયંત્રણ ઝુંબેશમાં 7 એકમોને રૂ. 17,000નો દંડ
Published on: 09th October, 2026

કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેલેરિયા વિભાગ દ્વારા શહેરમાં મચ્છરજન્ય રોગોના ફેલાવાને અટકાવવા સઘન ઝુંબેશ હાથ ધરાઈ હતી. વિવિધ વિસ્તારોમાં તપાસ દરમિયાન મચ્છરના પોરા મળી આવતા 7 એકમો સામે કાર્યવાહી કરી કુલ રૂ. 17,000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો. તંત્રની આ કાર્યવાહીથી સફાઈમાં બેદરકારી દાખવનારાઓમાં ફફડાટ ફેલાયો છે. મહાનગરપાલિકાએ નાગરિકોને બિનજરૂરી પાણીનો ભરાવો ન કરવા અને નિયમિત સફાઈ રાખવા અપીલ કરી છે.