ઓનલાઇન છેતરપિંડી : આહવા પોલીસકર્મી સાથે રૂ. 51 હજારની ઓનલાઇન છેતરપિંડી
Published on: 02nd July, 2025

ડાંગ જિલ્લાના આહવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પ્રફુલભાઈ દાફડા સાથે સાયબર ચીટરે છેતરપિંડી કરી ₹ 51905 પડાવી લીધા. તેમને તેમના ભાઈબંધ શર્માજીના નામથી ફોન આવ્યો, જેમાં ₹ 35000 ટ્રાન્સફર કરવાનું કહેવામાં આવ્યું. ભાઈનો અકસ્માત થયો હોવાનું જણાવી સ્કેનર મોકલાવી વારાફરતી રૂપિયા મંગાવ્યા. રૂપિયા જમા થયાનો મેસેજ ન આવવા છતાં, ચીટરે કુલ ₹ 51905 પડાવી લીધા અને પછી ફોન સ્વીચ ઓફ કરી દીધો. આ ઘટના બાદ પ્રફુલભાઈને Cyber ફ્રોડ થયાની જાણ થઈ અને તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી.