અમદાવાદ આનંદનગર દુષ્કર્મ કેસ: આરોપીના રિમાન્ડ નામંજૂર
અમદાવાદ આનંદનગર દુષ્કર્મ કેસ: આરોપીના રિમાન્ડ નામંજૂર
Published on: 12th August, 2026

અમદાવાદના આનંદનગર દુષ્કર્મ કેસમાં આરોપી સિક્યુરિટી ગાર્ડ ધર્મસિંહ રાઠોડની 5 દિવસની પોલીસ રિમાન્ડ અરજી ગ્રામ્ય જિલ્લા કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે તેને સાબરમતી મધ્યસ્થ જેલમાં મોકલવાનો આદેશ કર્યો છે. જોકે, પોલીસે આરોપી સામે યુવતીને ભય બતાવી મોબાઈલ ફોન લૂંટી લેવાની ભારતીય ન્યાય સંહિતા (BNS)ની નવી કલમ 308(5) ઉમેરવા માટે કરેલી અરજી કોર્ટે ગ્રાહ્ય રાખી હતી. આ કલમ હેઠળ 10 વર્ષ સુધીની સજા અને દંડ બંનેની જોગવાઈ છે.