યુવકની લાશ મળતાં છવાયો શોક: ઉંભરાટના દરિયામાં વેસ્માનો યુવક ડૂબ્યો, બીજા દિવસે લાશ મળી
યુવકની લાશ મળતાં છવાયો શોક: ઉંભરાટના દરિયામાં વેસ્માનો યુવક ડૂબ્યો, બીજા દિવસે લાશ મળી
Published on: 02nd July, 2025

જલાલપોરના વેસ્માનો યુવાન તેના ચાર મિત્રો સાથે ઉંભરાટ ફરવા ગયો અને દરિયામાં ન્હાવા પડ્યો. મધ દરિયે જતા તે ગભરાયો અને ડૂબી ગયો. આ આદિવાસી પરિવારનો એકમાત્ર દીકરો હતો. બીજા દિવસે તેની લાશ ઉંભરાટના દરિયા કિનારે મળી આવી. વિશાલ હલપતિ નામનો 23 વર્ષીય યુવાન કરંટના કારણે ડૂબ્યો હતો. સ્થાનિકો, પોલીસ અને વહીવટી તંત્રએ શોધખોળ કરી અને તેનો મૃતદેહ મંગળવારે મળ્યો. મરોલી સિવિલ હોસ્પિટલમાં PM માટે મૃતદેહ ખસેડાયો. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ગમગીની છવાઈ ગઈ હતી. વિશાલ તેના પરિવારને આર્થિક રીતે મદદ કરતો હતો.