મહુવા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત
મહુવા નજીક બે બાઈક વચ્ચે અકસ્માત
Published on: 18th September, 2026

મહુવા નજીક વડલી ગામ પાસે નેશનલ હાઈવે નં. 51 પર બે બાઈક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ગોપાલભાઈ કડવાભાઈ શિયાળ (ઉ.વ.૩૧) નામના યુવાનનું માથામાં ગંભીર ઈજા થવાથી મૃત્યુ નીપજ્યું હતું. આ અકસ્માતમાં અન્ય એક યુવક દિનેશભાઈ ધીરૃભાઈ બારીયાને સામાન્ય ઈજા થઈ હતી. અકસ્માત સર્જીને ફરાર થયેલા અજાણ્યા બાઈકચાલક સામે મહુવા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે.