રસ્તામાં કૂતરું આવતા રીક્ષા પલટી
રસ્તામાં કૂતરું આવતા રીક્ષા પલટી
Published on: 05th October, 2026

વડોદરાના મકરપુરા રોડ પર નોવિનો ત્રણ રસ્તા પાસે એક ઓટો રીક્ષા રસ્તા પર અચાનક આવી ગયેલા કૂતરાને કારણે પલટી મારી ગઈ. આ દુર્ઘટનામાં 58 વર્ષીય કનુભાઈ સોલંકી નામના મુસાફરને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેઓ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. રીક્ષાચાલક સહજાદખાન પઠાણે વાહન પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. શરૂઆતમાં ખર્ચ ઉઠાવવાની વાત કર્યા બાદ ફરી જતાં ઈજાગ્રસ્તના પુત્રએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.