નાયારા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા
નાયારા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા
Published on: 05th October, 2026

ખાનગી ઓઈલ કંપની 'નાયારા એનર્જી' દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹5 અને ₹3 પ્રતિ લિટરનો વધારો કરાયો છે. આ કારણે લોકોની ચિંતા વધી હતી. નાયારાના 7000થી વધુ પેટ્રોલ પંપ પર નવા ભાવ લાગુ કરાયા છે. જોકે, રાહતની વાત એ છે કે IOCL, BPCL, HPCL જેવી સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ આજે ​​ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ $90ની આસપાસ હોવા છતાં, સરકારી કંપનીઓએ ભાવ યથાવત રાખી જનતાને મોટી રાહત આપી છે.