Menu
નવસારીમાં ભારે વરસાદની અસર:જિલ્લા પંચાયત હેઠળના 32 રસ્તા બંધ, વિદ્યાર્થીઓ-નોકરિયાતોને મુશ્કેલી
નવસારીમાં ભારે વરસાદની અસર:જિલ્લા પંચાયત હેઠળના 32 રસ્તા બંધ, વિદ્યાર્થીઓ-નોકરિયાતોને મુશ્કેલી
Published on: 27th June, 2025

નવસારી જિલ્લામાં સતત બીજા દિવસે ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ગઈકાલે 3.45 ઇંચ વરસાદ નોંધાયો. જિલ્લા પંચાયત હસ્તકના 32 રસ્તાઓ વરસાદને કારણે બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના લોકો લાંબો ચક્કર લગાવીને પોતાના ગંતવ્ય સુધી પહોંચવા મજબુર છે. આ પરિસ્થિતિ નોકરિયાત વર્ગ અને શાળાના વિદ્યાર્થીઓ માટે વિશેષ મુશ્કેલી ઉભી કરી રહી છે. નવસારી અને ઉપરવાસની વરસાદી સ્થિતિ યથાવત છે. વહીવટી તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી અને જરૂરી પગલાં લઈ રહ્યું છે.