વલસાડ નગરપાલિકાની 10% રિબેટ યોજનાનો અંત
વલસાડ નગરપાલિકાની 10% રિબેટ યોજનાનો અંત
Published on: 01st July, 2026

વલસાડ નગરપાલિકાએ નાણાકીય વર્ષ 2026-27 માટે મિલકતવેરાની વસૂલાતને પ્રોત્સાહન આપવા જૂન મહિનામાં 10% રિબેટ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ, 51 હજારથી વધુ કરદાતાઓએ ભાગ લીધો અને ફક્ત જૂનના એક જ મહિનામાં 11.30 કરોડ રૂપિયાથી વધુનો અધધ ભરણો પ્રાપ્ત થયું. આ સફળતા પાલિકાના સ્વભંડોળના મુખ્ય સ્ત્રોતને મજબૂત બનાવશે અને રાજ્ય સરકાર પાસેથી વધુ ગ્રાન્ટ મેળવવામાં મદદરૂપ થશે, જેનાથી શહેરમાં પ્રાથમિક સુવિધાઓના વિકાસ કાર્યોને વેગ મળશે.