સ્ટાર કલાકારોની દીકરીઓ બોલિવુડમાં સફળતા કેમ નથી મેળવી શકતી?
સ્ટાર કલાકારોની દીકરીઓ બોલિવુડમાં સફળતા કેમ નથી મેળવી શકતી?
Published on: 07th August, 2026

બોલિવુડમાં અનેક યુવાનો અભિનય કરવા મુંબઈ આવે છે, પરંતુ માત્ર થોડા જ સફળ થાય છે. સ્ટાર કલાકારોના સંતાનોને સરળતાથી પ્રવેશ મળે છે, પરંતુ જો દર્શકોની અપેક્ષા પર ખરા ન ઉતરે તો તેમનું સ્થાન ટકાવી રાખવું મુશ્કેલ બની જાય છે. કપૂર ખાનદાન સિવાય ઘણા સ્ટાર કલાકારોની પુત્રીઓ, જેમ કે ઈશા દેઓલ, જાન્હ્વી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે, શનાયા કપૂર, સોનમ કપૂર, સોહા અલી ખાન, અને આથિયા શેટ્ટી હજી સુધી નોંધપાત્ર સફળતા મેળવી શકી નથી. જાણકારોના મતે, બહારથી આવતી અભિનેત્રીઓ સંઘર્ષ કરીને ટકી રહે છે, જ્યારે સ્ટાર દીકરીઓ અભિનય પ્રત્યે ઓછી ગંભીર હોય છે અને પોતાનો મોટાભાગનો સમય પોતાના દેખાવ પર ધ્યાન આપવામાં વિતાવે છે. આ ઉપરાંત, ફિલ્મ નિર્માતાઓ પર સ્ટાર કલાકારો તરફથી આવતા દબાણને કારણે પણ તેમની સફળતામાં અવરોધ આવે છે.