પરિવાર: સલિલ ચૌધરીના સંગીત અને શૈલેન્દ્રના ગીતો સાથે હાસ્યરસસભર પારિવારિક ફિલ્મ
પરિવાર: સલિલ ચૌધરીના સંગીત અને શૈલેન્દ્રના ગીતો સાથે હાસ્યરસસભર પારિવારિક ફિલ્મ
Published on: 07th August, 2026

'દોબીઘા જમીન' ની સફળતા બાદ બિમલ રૉય અને સલિલ ચૌધરીએ ૧૯૫૬માં આવેલી 'પરિવાર' ફિલ્મમાં ફરી સાથે કામ કર્યું. આ ફિલ્મ એક સ્વચ્છ પારિવારિક, સામાજિક કોમેડી હતી જેમાં કોઈ વિલન કે મારધાડ ન હતી. સ્વતંત્રતા પછી સંયુક્ત કુટુંબ પ્રથા અને તેના વિભાજનના સમયમાં, આ ફિલ્મે હાસ્ય સાથે ઘણા મુદ્દાઓ રજૂ કર્યા. પાંચ ભાઈઓ અને તેમના પરિવારો વચ્ચે દૂધના એક ગ્લાસના ઝઘડાથી અલગ થવાનો નિર્ણય અને પછી ગૃહિણીઓની સૂઝબૂઝથી સુખદ અંત. આ ફિલ્મ આઝાદી પછીની પ્રથમ મલ્ટિસ્ટાર ફિલ્મોમાંની એક હતી, જેમાં બિપિન ગુપ્તા, દુર્ગા ખોટે, પી. જયરાજ, ઉષા કિરણ, સજ્જન, અનવર હુસૈન, કુમુદ, અશિમ કુમાર, અને સબિતા ચેટરજી જેવા કલાકારો હતા. શૈલેન્દ્રનાં ગીતોને સલિલ ચૌધરીએ અદભૂત રીતે સંગીતબદ્ધ કર્યા હતા.