સુનીલ પાલે તનુશ્રી દત્તા પર કર્યો પલટવાર
સુનીલ પાલે તનુશ્રી દત્તા પર કર્યો પલટવાર
Published on: 11th October, 2026

દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના નિધન બાદ અભિનેત્રી તનુશ્રી દત્તા દ્વારા તેમના પર કરાઈ રહેલી ટીકાઓ પર કોમેડિયન સુનીલ પાલે આકરા પ્રત્યાઘાતો વાળ્યા છે. સુનીલ પાલે એક વીડિયો જાહેર કરીને તનુશ્રીને કહ્યું કે, 'જો તમારું મગજ કામ ન કરતું હોય તો આરામ કરો અને જ્યાં 10 વર્ષ ગાયબ રહ્યા ત્યાં જઈને આરામ કરો.' તેમણે આરોપ લગાવ્યો કે તનુશ્રી માત્ર પબ્લિસિટી અને મીડિયા ફૂટેજ મેળવવા માટે સ્વર્ગસ્થ નાના પાટેકરની છબી ખરાબ કરી રહી છે. સુનીલ પાલે લોકોને અપીલ કરી કે આવી હરકતોને પ્રોત્સાહન ન આપવું જોઈએ અને તનુશ્રીને કોઈ ફૂટેજ ન આપવું જોઈએ.