નાના પાટેકરના અંતિમ સંસ્કાર મધરાતે કેમ થયા?
નાના પાટેકરના અંતિમ સંસ્કાર મધરાતે કેમ થયા?
Published on: 09th October, 2026

હિન્દી અને મરાઠી સિનેમાના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરનું 75 વર્ષની વયે પુણે નજીક દોંજે ગામ સ્થિત ફાર્મહાઉસ 'નાનાચી વાડી' પાસે મોડી રાત્રે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. પુત્ર મલ્હાર પાટેકરે ખુલાસો કર્યો કે ગોવાથી પાર્થિવ દેહ લાવવામાં થયેલા વિલંબ અને તેને વધુ સમય રાખવો યોગ્ય ન હોવાને કારણે સૂર્યાસ્ત બાદ અંતિમ સંસ્કાર કરવા પડ્યા. મલ્હારે પિતા સાથેની છેલ્લી વાતચીત યાદ કરતાં જણાવ્યું કે નાના પાટેકર તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતિત હતા. નાના પાટેકર 'નામ ફાઉન્ડેશન' દ્વારા સમાજકાર્ય ચાલુ રાખવાની જવાબદારી પરિવાર પર હોવાનું પણ તેમણે જણાવ્યું.