તનિષા મુખર્જીએ પાપારાઝીઓને જયા બચ્ચનને પરેશાન ન કરવા કરી અપીલ
તનિષા મુખર્જીએ પાપારાઝીઓને જયા બચ્ચનને પરેશાન ન કરવા કરી અપીલ
Published on: 11th October, 2026

મુંબઈમાં આયોજિત દુર્ગા પૂજા પંડાલમાં અભિનેત્રી તનિષા મુખર્જીએ પાપારાઝીઓને ખાસ વિનંતી કરી કે તેઓ જયા બચ્ચનને પરેશાન ન કરે. શુક્રવારે યોજાયેલી પત્રકાર પરિષદમાં તનિષાએ હળવાશથી કહ્યું કે, 'ડોન્ટ ટ્રબલ જયા આન્ટી ધીસ ટાઇમ, તમે બધાં તેમને તંગ કરો છો. કેટલાક ફોટોગ્રાફર્સ જાણીજોઈને તેમને પરેશાન કરે છે. મહેરબાની કરીને અમારી પૂજામાં આવું ન કરો.' આ દુર્ગા પૂજાનું આયોજન જુહુમાં એસએનડીટી ગ્રાઉન્ડ પર દેવ મુખર્જીના પરિવાર દ્વારા કરવામાં આવે છે.