આગામી દિવસોમાં સિલ્વર સ્ક્રીન પર અનેક બાયોપિક્સ આવનાર
આગામી દિવસોમાં સિલ્વર સ્ક્રીન પર અનેક બાયોપિક્સ આવનાર
Published on: 07th August, 2026

બોલિવૂડમાં આગામી સમયમાં અનેક દિગ્ગજ હસ્તીઓની બાયોપિક્સ દર્શકોને જોવા મળશે. જેમાં શ્રદ્ધા કપૂર વિઠાબાઇ નારાયણગાંવકરની ભૂમિકામાં, રાજકુમાર રાવ સૌરવ ગાંગુલી અને ઉજ્જવલ નિકમની ભૂમિકામાં, સિદ્ધાંત ચતુર્વેદી વી. શાંતારામ તરીકે, જોન અબ્રાહમ રાકેશ મારિયા આઇપીએસ તરીકે, વિક્રાંત મૈસી શ્રી શ્રી રવિશંકર તરીકે, આર. માધવન જી. ડી. નાયડૂ તરીકે, ધનુષ એ. પી. જે. અબ્દુલ કલામ તરીકે, સેલિના જેટલી સિસ્ટર નિવેદિતા તરીકે અને ઉન્ની મુકુંદન નરેન્દ્ર મોદી તરીકે જોવા મળશે.