રાજકોટના ગણેશોત્સવમાં અનોખી સ્પર્ધા: મહિલાએ 3 મિનિટમાં 56 પાણીપુરી, દાદાએ 17 લાડુ ઝાપટ્યા
રાજકોટના ગણેશોત્સવમાં અનોખી સ્પર્ધા: મહિલાએ 3 મિનિટમાં 56 પાણીપુરી, દાદાએ 17 લાડુ ઝાપટ્યા
Published on: 24th September, 2026

રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાયેલા સિદ્ધિ વિનાયક ધામ ગણેશ મહોત્સવમાં પાણીપુરી અને ઓપન સૌરાષ્ટ્ર લાડુ જમણ સ્પર્ધા આકર્ષણનું કેન્દ્ર બની. બહેનોની હરીફાઈમાં નેહાબેન માત્ર 3 મિનિટમાં 56 પાણીપુરી ખાઈ ચેમ્પિયન બન્યા. જ્યારે ભાઈઓના વિભાગમાં 50 કિલો વજનના 70 વર્ષીય ગોવિંદભાઈ લુણાગરિયાએ 17 શુદ્ધ ઘીના લાડુ ખાઈ પ્રથમ સ્થાન મેળવ્યું. માતા-પુત્રીની જોડીએ પણ 11-11 લાડુ ખાઈ સંયુક્ત રીતે વિજેતા બન્યા. આ સ્પર્ધાઓ ખાવાની ઝડપ અને સ્વાદનો અનોખો સંગમ હતી.