પંચમહાલના મુખ્ય માર્ગ પરનો કોઝ-વે બિસમાર, સળિયા ડોકાયા, અકસ્માતના ભય વચ્ચે ગ્રામજનોમાં રોષ.
પંચમહાલના મુખ્ય માર્ગ પરનો કોઝ-વે બિસમાર, સળિયા ડોકાયા, અકસ્માતના ભય વચ્ચે ગ્રામજનોમાં રોષ.
Published on: 24th September, 2026

પંચમહાલના કણજિયા ગામ પાસે મુખ્ય માર્ગ પર આવેલો કોઝ-વે છેલ્લા એક વર્ષથી બિસમાર હાલતમાં છે. તેના સ્લેબના સળિયા બહાર આવી ગયા છે અને ગાબડા પડતાં ઝાડી-ઝાંખરા ઊગી નીકળ્યા છે, જેના કારણે અવરજવર મુશ્કેલ બની ગઈ છે. રેલિંગ કે સૂચક બોર્ડના અભાવે અજાણ્યા વાહનચાલકો કોતરમાં ખાબકી રહ્યા છે. ગ્રામજનોએ સમારકામ અને રેલિંગ માટે રજૂઆત કરી છે, પરંતુ કોઈ કાર્યવાહી ન થતાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.