નર્મદા સુગરને ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ક્રમાંકનો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત
નર્મદા સુગરને ફાઇનાન્સિયલ મેનેજમેન્ટમાં રાષ્ટ્રીય સ્તરે પ્રથમ ક્રમાંકનો પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત
Published on: 24th September, 2026

નર્મદા સુગર ફેક્ટરીને ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ ક્ષેત્રે વર્ષ 2025-26 માટે નેશનલ ફેડરેશન ઓફ્ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીઝ લી., નવી દિલ્હી દ્વારા પ્રથમ ક્રમનો રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના હસ્તે નવી દિલ્હી ખાતે આ પુરસ્કાર એનાયત કરાયો. આ સિદ્ધિ સંસ્થાની ઉત્કૃષ્ટ કામગીરી અને ઉત્તરોત્તર પ્રગતિનું પ્રમાણ છે. ચેરમેન ઘનશ્યામભાઈ પટેલે સભાસદો, બોર્ડ ઓફ્ ડિરેક્ટર્સ, અધિકારીઓ અને કર્મચારીઓના સહકાર બદલ આભાર માન્યો. આ ગૌરવપૂર્ણ સિદ્ધિથી સમગ્ર નર્મદા જિલ્લામાં આનંદની લાગણી છે.